બંધારણના ઘડવૈયા

January 18th, 2014

Baba-Saheb-Ambedkar૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. તા. ૯ ડીસેમ્બર ૧૯૪૬ માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકરે ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. તા.૨૯ એપ્રિલવચગાળાની ૧૯૪૭ માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહિ છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા, ભારત-પાકિસ્તાન અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તા. ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. તા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકર ની ભારતના બંધારણ ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઇ. એક અછૂત કહેવાતા વ્યક્તિની દેશ નું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ ખરેખર એ સમય માં ખુબજ અગત્યની વાત હતી. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકરે ફેબ્રુઆરી ૧૯૪૮ ના છેલ્લા અઠવાડીયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ને સુપ્રત કરી. ડૉ.આંબેડકરે તા.૧૫ અપ્રિલ ૧૯૪૮ માં ડૉ.શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણ ના કાચા મુસદાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મુકવામાં આવ્યો. તા ૪ નવેમ્બેર ૧૯૪૮ માં ડૉ.આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે ડૉ.આંબેડકર રચિત બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા. તા ૨૬ નવેમ્બર ૧૯૪૯ માં ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણના પ્રતિનિધિઓ તેમજ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે ડૉ.આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. તા. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.

૧૯૫૨ માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ.આંબેડકર મુંબઈ માંથી પાર્લામેન્ટ બેઠક માટે ઉભા રહ્યા પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ ૧૯૫૨ માં ડૉ.આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા.તા. ૧ જુન ૧૯૫૨ માં તેઓ ન્યુયોર્ક ગયા અને તા.૫ જુન ૧૯૫૨ માં કોલમ્બિયા યુનીવર્સીટીએ એમને સર્વોચ્ચ એવી “ડોક્ટર એટ લો”ની પદવી આપી .તા ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ માં ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ.આંબેડકરને “ડોક્ટર ઓફ લીટરેચર” ની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયત ના કારણે બહુ લાંબુ જીવી શક્યા નહિ.તા ૬ ડીસેમ્બેર ૧૯૫૬ ની વહેલી સવારે તેઓ નું દિલ્લી માં મહાપરીનીર્વાણ થયું.