બાબા સાહેબ આંબેડકર

January 8th, 2014

 “બાબા સાહેબ આંબેડકર”, આ નામ તો હવે આપણા ઘણા જ દલિત ભાઇઓ ને ભુલાવા લાગ્યુ છે, અને એ દરમિયાન બહારના દેશમા આપણા બાબા સાહેબનુ નામ કેટલા આદરથી લેવાય છે એ હુ તમને આજે જણાવુ છું.

ઇંગ્લેન્ડ ની વિશ્વ-વિખ્યાત OXFORD યુનિવર્સિટી ના મુખ્ય દરવાજા ની ઉપર Dr. બાબા સાહેબ આંબેડકર ની મોટી પ્રતિમા લગાવેલ છે અને ત્યાં આવું લખ્યું છે “ અમને ગર્વ છે કે આવો વિદ્યાર્થી અમારી સંસ્થા માંથી ભણીને ગયેલ છે અને ભારત જેવા અતિ પછાત દેશ નું બંધારણ લખીને તે દેશ ઉપર ખુબ મોટો ઉપકાર કર્યો છે ” સાથે-સાથે કોલમ્બિયા યુનિવર્સીટી ના 300 વર્ષ પુરા થવાની ઉજવણી ના એક ભાગ રૂપે ” આટલા વર્ષ માં યુનિવર્સીટી નો સૌથી હોશીયાર છાત્ર કોણ….? એનો સર્વે કરવામાં આવ્યો એ સર્વે માં મુખ્ય 6 નાંમ સામે આવ્યા જેમનું સૌથી પહેલું નામ હતું ભારતના Dr. બાબા સાહેબ આંબેડકર નું. બાબા સાહેબ ના સન્માન માટે યુનિવર્સિટી ના મુખ્ય દરવાજા ની પાસે બાબા સાહેબ ની એક પ્રતિમા મુકવામાં આવી અને આનું ઉદ્દઘાટન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ના હાથે કરવામાં આવ્યું …

આ મૂર્તિ ની નીચે લખેલ છે ” SYMBOL OF KNOWLEDGE (જ્ઞાન નો મહાસાગર) ” મતલબ જ્ઞાન નું પ્રતિક….

કેટલી ઈજ્જત, આદર-સન્માન….અને આપણા દેશ માં જે બાબા સાહેબે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું તેનોજ દરેક જગ્યાએ વિરોધ થાય છે…
ત્યાં માંન આપવામાં આવે છે મૂર્તિ બેસાડવામાં આવે છે અને અહિયાં મૂર્તિઓ તોડીને તેને અપમાનિત કરવામાં આવે છે. અમેરિકા જેવો દેશ બાબા સાહેબે બતાવેલ અર્થશાસ્ત્ર થી ચાલીને આગળ વધ્યો અને આપણને ખબર જ નથી કે બાબા સાહેબ અર્થશાસ્ત્ર ના મહા-પંડિત હતા. કેટલું દુર્ભાગ્ય……!!!

મિત્રો હું આપ સૌને એ નથી કહેતો કે આપ પણ આપના ઘરમા બાબા સાહેબની પ્રતિમા રાખો જ, ના બસ થોડા જાગ્રુત થાવ આજે ખુલ્લે આમ બાબા સાહેબનુ જે અપમાન કરવામા આવે છે એ તો સહન ના કરો, ભાઇઓ બાબા સાહેબે આપણા માટે આટલુ બધુ કર્યુ છે તો સુ આપણે એમના માટે કઇં જ નહી કરીએ, ના મિત્રો હવે વખત છે કઈક કરવાનો હવે વખત છે આપણે જાગ્રુત થવાનો, એ મહાન માણસને માટે તેની ગરીમાને માટે કઇંક કરવાનો કે જેમણે આપણા લોકોના અધિકાર માટે પોતાનિ આખી જીંદગી દાવ પર લગાડી દીધી હતી.